મુંબઇઃ વર્ષ 2020 આખી દુનિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી ખરાબ રહ્યુ, આ વર્ષ કોઇ મોટી ફિલ્મ રિલીઝ નથી થઇ, તૈયાર ફિલ્મોની રિલીઝ ડેટને પણ પાછળ ધકેલી દેવામાં આવી કે પછી ટાળી દેવામાં આવી હતી. કેટલાક કલાકારો આર્થિક તંગીમા સપડાઇ ગયા હતા. કેટલાકની પાસે કામ ન હતુ, આ કારણે કેટલાકનુ બેન્ક બેલેન્સ અને બચત પણ ખતમ થઇ ગઇ હતી. ત્યારે આ બધાની વચ્ચે હૉટ એક્ટ્રેસ આલિયા ભટ્ટની વાર્ષિક આવકમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો.

આલિયા ભટ્ટે કોરોના કાળમાં પણ પોતાની આવકમાં જબરદસ્ત વધારો કર્યો. વર્ષ 2019માં આલિયા ભટ્ટે 59.12 કરોડ રૂપિયાની કમાણી કરી. તેને ગલી બૉય જેવી સુપરહિટ ફિલ્મ આપી. આ ફિલ્મમાં તેને રણવીર સિંહના અપૉઝિટ હતી, એટલુ જ નહીં આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.



જાહેરાતોથી કરી કમાણી
આ પછી કરણ જોહરની મચ અવેચેડ ફિલ્મ કલંકમાં આલિયા વરુણના અપૉઝિટ લીડ રૉલમાં દેખાશે. પરંતુ ફિલ્મ ના ચાલી જોકે તેનો અપીરિયન્સને ખુબ પસંદ કરવામાં આવ્યો. આ ફિલ્મ દ્વારા પણ તેની સારી કમાણી થઇ. એટલુ જ નહીં આલિયાએ આ દરમિયાન લેઝ, ફ્રૂટી અને ફ્લિપકાર્ટ દ્વારા જાહેરાત શૂટ કર્યા, જેનાથી તેની આવકમાં જબરદસ્ત વધારો થયો.

વર્ષ 2020 બૉલીવુડ માટે ઝીરો ઇયર માનવામાં આવી રહ્યું છે. હવે 2021ને આશા તરીકે જોવામાં આવે છે. આલિયા ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરનારી બૉલીવુડ એક્ટ્રેસ છે. હાલ તે ફિલ્મ બ્રહ્માસ્ત્ર અને ગંગૂબાઇ કાઠિયાવાડીની તૈયારી કરી રહી છે.

(ફાઇલ તસવીર)