જુનાગઢઃ બોલીવૂડ એક્ટર આમીર ખાને હજુ તાજેતરમાં જ પરિવાર સાથે સાસણની મુલાકાત લીધી હતી. ત્યારે હવે બોલીવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન પણ ગુજરાતના પ્રવાસે આવી પહોંચી હતી. અભિનેત્રી ઝરીન ખાન સાસણની મુલાકાતે આવી હતી.



ઝરીન ખાન પોતાના નાના અને બહેન સાથે સાસણ સફારી પાર્કની સફરનો આનંદ લીધો હતો. સિહ દર્શનનો લાભ લઇ ઝરીન ખાને આનંદ વ્યકત કર્યો હતો.



સાસણના સરપંચે પણ સાસણના મહેમાન બની આવેલ અભિનેત્રીના પરિવારની આગતા સ્વાગતા કરી હતી.