નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ આજે એક ક્રિપ્ટિક પૉસ્ટ કરી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પૉસ્ટમાં લખ્યું છે - ટ્રૂથ વિન્સ...એટલે કે સત્યની જીત થાય છે..સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવ્યા બાદ અંકિતા લોખંડેનુ આ રિએક્શન આવ્યુ છે.

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ બાદ અંકિતા લોખંડેએ પોતાના વિચારો અને ફિલિંગ્સને લખવાને બદલે ઇમોજીસ અને સિમ્બૉલનો સહારો લીધો હતા. સુશાતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર લખ્યું હતુ.



તેને લખ્યું હતુ કે પવિત્ર રિશ્તાથી લઇને દિલ બેચારા એક છેલ્લીવાર... ટીવી સીરિયલ તેનો પહેલો શૉ હતો, ત્યારબાદ તેને ફેમ મળી. દિલ બેચારા તેની છેલ્લી ફિલ્મ બની હતી.



છ દિવસ પહેલા એક્ટ્રેસ અંકિતા લોખંડેએ પૉસ્ટ કરી હતી. અભિનેત્રીએ આ પૉસ્ટ સુશાંતને સમર્પિત કરી છે. અંકિતાએ કેપ્શનમાં લખ્યું- આશા, પ્રાર્થના, અને હિંમત.. હસતો રહે જ્યાં પણ તુ હોય..



ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત એકબીજાને ડેટ કરતા હોવાની પણ વાત સામે આવી ચૂકી છે. અંકિતા અને સુશાંત એકતા કપૂરની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે જોવા મળ્યા હતા. આ શૉમાં કામ કરતાં કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેની રિલેશનશીપ કેટલાય વર્ષો સુધી રહ્યું. પણ કારણોસર બન્ને છુટી પડી ગયા હતા.