પટનાઃ બૉલીવુડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહ તરફથી આત્મહત્યા મામલે રિયા સહિતના લોકો સામે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ આ મામલે તપાસ કરવા મુંબઇ પહોંચી છે.


બિહાર પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, પોલીસ રિયાના એક ફ્લેટ પર ગઇ હતી, જેનુ ઠેકાણુ પોલીસ પાસે હતુ. ત્યાં પોલીસ પહોંચી હતી પરંતુ રિયા ત્યા મળી નહીં. હવે પોલીસ બીજા ઠેકાણાંની માહિતી એકઠી કરી રહી છે.

એ વાત પણ સામે આવી છે કે બિહાર પોલીસ પટનામાં થયેલી એફઆઇઆરની કૉપી મુંબઇ પોલીસને નહીં આપે, પરંતુ પોતાની તપાસ અલગ રાખશે. વળી, પટનાના આઇજી અને એસએસપી આ કેસની સીધી મૉનિટરિંગ કરી રહ્યાં છે.

આ સંબંધમાં જ્યારે પટના સીટી એસપી તિવારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યુ કે, પટના પોલીસની સ્પેશ્યલ ટીમ મુંબઇ પહોંચી ચૂકી છે, અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તેમને જણાવ્યુ કે, ટીમ હાલ સાત દિવસ સુધી મુંબઇમાં રહેશે અને તમામ પ્રકારની તપાસ કરશે. તમામ લોકો સાથે પુછપરછ કરવાનો સિલસિલો ચલાવશે. અમે તમામ પ્રકારના પહેલુઓની તપાસ કરીશું.



સુશાંત સિંહના પિતા કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.