તસવીર શેર કરતા ગૌહર ખાને વીંટીની એક ઇમોજી પણ શેર કરી. ગૌહર ખાન ઇશ્કજાદે, રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ ઇયર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
સંગીતકાર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબારે પણ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી, રિપોર્ટ પ્રમાણે ગૌહર ખાન અને જૈદ ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે.
તાજેતરમાં બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાને જૈદ દરબારના જન્મદિવસ પર તેને અભિનંદન પાઠવ્યા હતા. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- જૈદ દરબાર તમે એક દુઆ જેવા છો, હું કામના કરુ છુ કે તમારા જીવનમાં ખુશીઓ, સફળતા, સારા સ્વાસ્થ્ય અને શૌહરતની ભરમાર હોય. આમિન. આવનારુ વર્ષ તમારા માટે સારુ બને. તમે બહુ જ સારા અને હૉટ બનો, મારા મુસ્કાનનુ કારણ પણ તમે જ છો. હું દિલથી તમારા માટે દુઆ માંગુ છુ.