મુંબઇઃ ફિલ્મ ઇન્ડ્રસ્ટીમાં ઉઠેલા ડ્રગ્સનો મુદ્દો સંસદ સુધી ગુંજ્યો, અભિનેતા અને બીજેપી સાંસદ રવિ કિશને આ મામલે સંસદમાં તપાસ કરવાની વાત કહી, રવિ કિશનના પલટવારમાં સપા સાંસદ અને અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને પણ સંસદમાં હુમલો કર્યો, અને વાત થાળી અને ગાળો સુધી આવી ગઇ. જયાના નિવેદન બાદ બૉલીવુડ બે ભાગમાં વહેંચાઇ ગયુ. હવે આ મામલે એક્ટ્રેસ જયા પ્રદાએ આખા બચ્ચન પરિવારને આડેહાથે લીધુ છે. પૂર્વ બીજેપી સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાએ જયા બચ્ચન પર નિશાન સાધતા આખા બચ્ચન પરિવારને ટાર્ગેટ કર્યુ હતુ. તેને કેટલીક જુની યાદો દ્વારા હુમલો કર્યો.


ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયા પ્રદાએ નેતા અમરસિંહને યાદ કરતા બચ્ચન પરિવાર પર કટાક્ષ કર્યો. જયા પ્રદા અનુસાર અમર સિંહના ગયા બાદ બચ્ચન પરિવાર તરફથી માત્ર બે લાઇનો લખીને છોડી દેવામાં આવી હતી. તેમની નજરમાં જે નેતા આટલો મોટા કદાવર રહ્યો હોય, અને તેમનુ બચ્ચન પરિવાર સાથે એકસમય સઘન સંબંધ રહ્યો હોય, આવામાં તેમના નિધન પર ફક્ત બે લાઇને લખીને છોડી દેવી બરાબર નથી.



આ પહેલા પરણ તેને એકવાર જયા બચ્ચન પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેને કહ્યું હતુ કે, અમર સિંહ સિંગાપુરની હૉસ્પીટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યાં હતા, ત્યારે જયા બચ્ચન તરફથી કોઇએ પણ ભાવનાઓ ના બતાવી. આવામાં આ વખતે પણ તેમની તરફથી જયા બચ્ચન તરફથી તલ્ખ ટિપ્પણી હેરાન નથી કરતી.

આ પહેલા જયા બચ્ચને રાજ્યસભામાં કહ્યું હતુ, કે આપણા એક સાંસદ સભ્યએ લોકસભામાં બોલિવૂડ વિરુદ્ધ જે કહ્યું તે શરમજનક છે. હું કોઈનું નામ નથી લઈ રહી. તે ખુદ પણ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કરો છે. ખોટી વાત છે. મારે કહેવું પડી રહ્યું છે કે, ઈન્ડસ્ટ્રીને સરકારની સુરક્ષા અને સમર્થનની જરૂર છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ