મુંબઇઃ કંગના રનૌત અને દિલજીત દોસાંજની વચ્ચે ટ્વીટર વૉર ચાલુ થઇ ગયુ છે. કંગનાએ એક ટ્વીટમાં દિલજીત દોસાંજે કરણ જોહરનો પાલતુ કહ્યો હતો, આના પર દિલજીત દોસાંજે પણ જવાબ આપ્યો હતો. કંગનાએ એક ઘરડા ખેડૂત દાદીને બિલકીસ બાનો ગણાવતા મજાક ઉડાવી હતી. આના પર દિલજીતે લખ્યુ હતુ કે બંદેને આટલો પણ આંધળો ના થવુ જોઇએ.

હવે દિલજીતે આના પર પલટવાર કર્યો છે, તે જેટલા લોકોની સાથે ફિલ્મ કરી તે તે બધાની પાલતુ છે..... પછી તો લિસ્ટ લાંબુ થઇ જશે માલિકોનુ... આ બૉલીવુડ વાળા નથી પંજાબ વાળા છે. જુઠ્ઠુ બોલીને લોકોને ભડકાવવા અને ઇમૉશન્સ સાથે રમવુ તમે સારી રીતે જાણો છો.

કંગનાએ ટ્વીટ કરીને બુધવારે જવાબ આપ્યો, ઓ કરણ જોહરના પાલતુ જે દાદી શાહીન બાગમાં પોતાની નાગરિકતા માટે પ્રદર્શન કરી રહી હતી, તે બિલકિસ બાનો દાદાજી ખેડૂતોના એમએસપી માટે પણ પ્રદર્શન કરતી દેખાઇ. મહિન્દર કૌરજીને તો હુ જાણતી પણ નથી. શું ડ્રામા ચલાવ્યો છે તમે લોકોએ. આને જલ્દી બંધ કરો.



કંગના રનૌતે દિલજીત દોસાંજ પર કૉમેન્ટ કરીને મજાક ઉડાવી હતી. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે અરે ચમચા જા, તુ જેની ચાટી ચાટીને કામ લે છે, હું તેની રોજ બજાવુ છું, વધારે ઉછળ ના, હું કંગના રનૌત છુ તારા જેવી ચમચી નથી, જો જુઠ્ઠુ બોલુ. મે માત્રને માત્ર શાહીન બાગ વાળી પ્રૉટેસ્ટર પર કૉમેન્ટ કરી છે, જો કોઇ ખોટી સાબિત કરી દે તો માફી માંગી લઉં. આ પછી દિલજીતે કંગનાને જવાબ આપ્યો છે.

પ્રતિકાત્મક તસવીર