Kangana Ranaut Controversy : કંગના રનૌત એવી અભિનેત્રી છે જે હંમેશા પોતાના બેફામ નિવેદનોને કારણે લાઈમલાઈટનો હિસ્સો રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ સ્ટાર કપલ રનબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને ગંભીર ટિપ્પણી કરી હતી. હવે અભિનેત્રીએ 'રિવોલ્વર રાની'માં વીર દાસ સાથેના કિસિંગ સીન પર પ્રતિક્રિયા આપી છે.


હકીહતે કોઈમોઈના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2014ની ફિલ્મ 'રિવોલ્વર રાની'ના શૂટિંગ દરમિયાન કંગના રનૌત તેના કોસ્ટાર વીર દાસ સાથે કિસિંગ સીન કરતી વખતે એટલી હદે બેકાબુ બની ગઈ હતી કે વીર દાસના હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમના આ વર્તન માટે 'મેનેજિંગ' શબ્દનો પણ ઉપયોગ થતો હતો.


જેનો હવે કંગનાએ પણ પોતાની અદ્દભુત અંદાજમાં જવાબ આપ્યો છે. કંગનાએ તેના નિવેદનમાં તે રિપોર્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો અને લખ્યું, 'રિતિક રોશન પછી મેં ગરીબ વીર દાસનું સન્માન લૂંટ્યું? આ ક્યારે થયું??


ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો પહેલા હૃતિક અને કંગનાના અફેરને લઈને બોલિવૂડના કોરિડોરમાં ઘણી ચર્ચા થઈ હતી. જેના પર અભિનેત્રી હંમેશા ખુલીને બોલતી હતી, પરંતુ હૃતિકે ક્યારેય આ સમાચારોને સાચા માન્યા જ નથી. આ સંબંધને કારણે બંને કાયદાકીય મુશ્કેલીમાં પણ ફસાઈ ચુક્યા છે.


આ પહેલા કંગનાએ તેની ભાભીના બેબી શાવર સેરેમનીની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જેમાં તે ગુલાબી સાડી અને વાળમાં ગજરા પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના કેપ્શનમાં, તેણે લખ્યું, "અમારું હૃદય આનંદિત છે અને અમે બધા બાળક રાણાવતના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ... તમારી શુભેચ્છાઓ અને આશીર્વાદ બદલ આભાર.."


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઇમરજન્સી'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવશે. આ સિવાય કંગના પાસે ફિલ્મ 'તેજસ' પણ છે. જે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે વર્ષ 2006થી એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે લાઈમલાઈટમાં છે. અભિનયની સાથે તે પોતાના નિવેદનો માટે પણ પ્રખ્યાત છે. પરંતુ એક સમયે તે પોતાની બીમારીના કારણે ચર્ચામાં હતી. તે એસ્પર્જર સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત હોવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે રિતિક રોશન સાથે વિવાદ થયો, ત્યારે તેણે કંગના પર આ બીમારીનો આરોપ લગાવ્યો હતો.


https://t.me/abpasmitaofficial