મુંબઇઃ અભિનેત્રી કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ફિઝાને રિલીઝ થયે 20 વર્ષ પુરા થઇ ગયા છે, આ પળનો આનંદ માણતા એક્ટ્રેસ એક સોશ્યલ મીડિયા પૉસ્ટ કરીને તેને યાદ કરી હતી. ફિલ્મ ફિઝામાં એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે એક્ટર ઋત્વિક રોશને ખાસ ભૂમિકા નિભાવી હતી. એક્ટ્રેસે ફિલ્મને યાદ કરતા ફિઝા ફિલ્મની એક જુની પૉસ્ટ શેર કરતા લખ્યું- મેકિંગ મૂવી. હેશટેગ ફિઝા...



અભિનેતા ઋત્વિક રોશને પણ કરિશ્માની પૉસ્ટને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું- 20 વર્ષ. વાહ..



ફિલ્મ ફિઝા 2000ની સાલમાં રિલીઝ થઇ હતી, ખાલિદ મોહમ્મદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કરિશ્મા અને ઋત્વિક રોશનની સાથે ઓનસ્ક્રીનમાં જયા બચ્ચન પણ છે. મનોજ વાજપેયીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.