મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મહિમા ચૌધરીએ ફિલ્મ પરદેશથી લોકોની દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. સુભાષ ઘાઇની આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ હતી, આ ફિલ્મમાં એક્ટ્રસે સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે કામ કર્યુ હતુ. હવે મહિમા ચૌધરીએ સુભાષ ઘાઇ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
મહિમા ચૌધરીએ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આરોપ લગાવતા કહ્યું કે, સુભાષે મને બુલી કર્યુ હતુ. તેને બધા પ્રૉડ્યૂસરને મેસેજ કરીને કહ્યું હતુ કે, કોઇ પણ મારી સાથે કામ ના કરે. જોકે તે દરમિયાન કેટલાય સ્ટાર્સે તેનો સાથ પણ આપ્યો હતો.
મહિમા ચૌધરીએ બૉલીવુડ હંગામા સાથે વાતચીતમાં કહ્યું કે, મને સુભાષ ઘાઇએ બુલી કર્યુ હતુ, તે મને કોર્ટ સુધી લઇ ગયા અને મારો પહેલો શૉ પણ કેન્સલ કરવા માંગતા હતા. તે સમય મારા માટે ખુબ તણાવપૂર્ણ હતો. તેમને બધા પ્રૉડ્યૂસરને મેસેજ મોકલી દીધો હતો કે મારી સાથે કોઇએ કામ ના કરવુ જોઇએ.
જોકે, સુભાષ ઘાઇએ પણ આનો જવાબ આપતા કહ્યું કે, હું વાતને જાણીને હેરાન છું. એક પ્રચારક માધ્યમમાં એક નિવેદનમાં કહ્યું કે, હું હેરાન છું, પણ મહિમા અને હું આજની તારીખમાં પણ સારા મિત્રો છીએ. અમે મેસેજના માધ્યમથી એકબીજા સાથે ટચમાં છીએ. તે આજની સારી એક સમજદાર મહિલા છે. જોકે, સુભાષ ઘાઇએ સ્વીકાર્યુ કે 1997માં ફિલ્મ પરદેશ દરમિયાન અમારા તેમના બન્ને સંબંધોમાં થોડી તકરાર જરૂર આવી હતી.
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આ હૉટ અભિનેત્રીએ લગાવ્યા ગંભીર આરોપ, બોલી- તેમને મને બુલી કર્યુ'તુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2020 11:11 AM (IST)
મહિમા ચૌધરીએ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇ પર આરોપ લગાવતા કહ્યું કે, સુભાષે મને બુલી કર્યુ હતુ. તેને બધા પ્રૉડ્યૂસરને મેસેજ કરીને કહ્યું હતુ કે, કોઇ પણ મારી સાથે કામ ના કરે. જોકે તે દરમિયાન કેટલાય સ્ટાર્સે તેનો સાથ પણ આપ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -