સ્વતંત્રતા દિવસે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થઇ રહી છે આ મોટી ફિલ્મો, જુઓ આખુ લિસ્ટ....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2020 09:51 AM (IST)
આ વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઓટીટી પ્લેટફોર્મ્સ પર કેટલીક મોટી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઇ રહી છે. સ્વતંત્રતા દિવસ પર કઇ કઇ ફિલ્મ રિલીજ થઇ રહી છે તેનુ અહીં લિસ્ટ આપવામાં આવ્યુ છે
મુંબઇઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં થિયેટરો બંધ છે, તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રસંગે બૉલીવુડ કેટલીક ખાસ ફિલ્મોની રિલીઝ કરવા જઇ રહ્યું છે. દર્શકો હાલ થિએટરો સુધી નથી જઇ શકતા જેના કારણ આ ફિલ્મો હાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઓટીટી પ્લેટફોર્મ્સ પર કેટલીક મોટી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થઇ રહી છે. સ્વતંત્રતા દિવસ પર કઇ કઇ ફિલ્મ રિલીજ થઇ રહી છે તેનુ અહીં લિસ્ટ આપવામાં આવ્યુ છે. ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ જ્હાન્વી કપૂરની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ દેશ ભક્તિ અને મહિલા સશક્તિકરણ બન્નેની ભાવનાઓ વાળી છે. ખુદા હાફિઝ વિદ્યૂત જામવાલ, અનુ કપૂરની આ ફિલ્મ 14 ઓગસ્ટે Disney+ Hotstar પર ધમાલ મચાવશે. અભય 2 કૃણાલ ખેમુ, ચંકી પાંડે, રામ કપૂર જેવા કલાકારોથી ભરેલી આ ફિલ્મ Zee5 પર રિલીઝ થશે. આ વેબ સીરીઝ એક ક્રાઇમ થ્રિલર છે. ડેન્જરસ ફેમસ જોડી બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રૉવર ફરીથી પડદા પર એકસાથે આવી રહ્યાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે MX Player પર આવશે. ધ હિડન સ્ટ્રાઇક વર્ષ 2016માં થયેલી ઉરી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર ફિલ્મ અને વેબ સીરીઝ બની ચૂકી છે. હવે શેમારુ સેનાના આ સાહસ અને પરાક્રમ પર ફિલ્મ હિડન સ્ટ્રાઇક રિલીઝ કરી રહી છે.