Neetu Chandra, Salaried Wife Offer: મોટાભાગની હીરોઇનો પોતાના લગ્ન કરતાં કેરિયરને વધારે મહત્વ આપે છે, અને આ કારણે તે જલદી લગ્ન નથી કરતી, પરંતુ તેની હૉટનેસ અને ગ્લેમરસના કારણે તેના પર અનેક લોકો ફિદા થઇ જાય છે, અને તેને લગ્ન કરવાની ઓફર પણ આપતા હોય છે, હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસનુ નામ જોડાઇ ગયુ છે. આ એક્ટ્રેસ છે નીતૂ ચંદ્રા.


નીતૂ ચંદ્રા (Nitu Chandra) એ પોતાના લગ્નની વાતને લઇને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેને એક બિઝનેસ મેન તરફથી સેલેરિડ વાઇફ બનવાની ઓફર આપવામાં આવી હતી. બિઝનેસ મેને તેને દર મહિને પગાર આપવાની વાત કહી હતી, આ ઓફર સાંભળીને એક્ટ્રેસ પણ ચોંકી ગઇ હતી. 
 
પત્ની બનવાના બદલે 25 લાખ રૂપિયાનો પગાર - 
બૉલીવુડ એક્ટ્રેસ નીતૂ ચંદ્રા (Nitu Chandra)એ તાજેતરમાં જ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જેમાં એક બિઝનેસમેને તેને  સેલેરિડી વાઇફ બનવા માટે કહ્યું હતુ, આના બદલામાં તેને બિઝનેસમેને 25 લાખ રૂપિયા દર મહિને આપવાની વાત કહી હતી. જોકે, નીતૂ ચંદ્રાએ આ ઓફરને ફગાવી દીધી હતી. 


ઉલ્લેખનીય છે કે, નીતૂ ચંદ્રા એક કમાલની એક્ટ્રેસ છે, તને નેશનલ એવોર્ડ પણ જીત્યો છે, આમ છતાં ઇન્ડસ્ટ્રીમાં યોગ્ય કામ નથી મળી રહ્યું. આ દરમિયાને તેને એક ઓડિશન વિશે પણ વાત કરી, જેમાં એક જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને એક કલાકની અંદર જ રિજેક્ટ કરી દીધી હતી.






નીતૂ ચંદ્રાએ પોતાની બૉલીવુડ ડેબ્યૂ વર્ષ 2005માં ગરમ મસાલાથી કરી હતી, આ પછી તે ટ્રાફિક સિગ્નલ, વન ટૂ થ્રી, ઓય લકી લકી ઓય, 13બી અને એપાર્ટમેન્ટ જેવી કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.