Nushrratt Bharucha Social Media Trolling: એક્ટ્રેસ નુસરત ભરુચા આજકાલ પોતાની આગામી ફિલ્મ 'જનહિત મે જારી'ના કારણે ચર્ચામાં છે, આ ફિલ્મનુ ટ્રેલર 6 મે, 2022એ રિલીઝ થશે. જેમાં પહેલા નુસરત ભરુચાએ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વીડિયો શેર કરીને આનુ પ્રમૉશન કરવાનુ શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, નુસરત ભરુચા આ ફિલ્મમાં કૉન્ડમ સેલ્સ ગર્લની ભૂમિકા નિભાવી રહી છે. થોડાક દિવસો પહેલા નુસરત ભરુચા ફિલ્મના બે પૉસ્ટ શેર કર્યો તો સોશ્યલ મીડિયા પર ટ્રૉલર્સના નિશાને આવી ગઇ હતી. 


નુસરત ભરુચાએ એક વીડિયો શેર કરીને ઇન્સ્ટાગ્રામ પર થઇ રહેલી ટ્રૉલિંગ વિશે વાત કરી, તેને કહ્યું- થોડાક દિવસે પહેલા મે ફિલ્મના બે પૉસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા, જેમાં એક મહિલા કૉન્ડમને પ્રમૉટ કરતી દેખાઇ રહી છે, લોકોએ આ વાતનો ખોટી રીતે લીધી, મોટા ભાગના લોકો પ્રૉફાઇલ પર સારી કૉમેન્ટ કરે છે, પરંતુ કાલથી જ એકદમ ખરાબ અને અશ્લીલ કૉમેન્ટ આવી રહી છે, એટલે મે આના વાત કરવાનુ વિચાર્યુ. આ પછી વીડિયોની સ્ક્રીન પર કેટલીય ખરાબ કૉમેન્ટ વાંચવા મળે છે. 
 
નુસરત ભરુચાએ આગળ કહે છે, બસ આ જ વિચાર બદલવાનો છે, કોઇ વાત નથી. એક્ટ્રેસના વીડિયો પર અનેક કૉમેન્ટો આવી. એક યૂઝરે લખ્યુ - તમે લોકોના નામ ના છુપાવો, લોકોને ખબર પડવી જોઇએ કે અભણ લોકો પણ ઇન્સ્ટાગ્રામ વાપરે છે, પરંતુ કૉન્ડમ અને પોતાના દિમાગનો ઉપયોગ નથી કરતા. 






 


---


આ પણ વાંચો............. 


રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી


Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે


મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ


ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે


નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું