મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતના સવાલોનો સામનો કરી રહેલા જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર હવે યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર શારીરિક છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. તેને આ અંગે એક ટ્વીટ કર્યુ છે, અને સાથે તેને પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરી છે, તેને કહ્યું છે કે તેની સુરક્ષાને લઇને જોખમ રહેલુ છે.

અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરી લખ્યું છે કે - અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર જબરદસ્તી કરી છે, નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.



પાયલના ટ્વીટ પર સોશ્યલ મીડિયા પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે, નેશનલ કમિશન ફોર વીમેનના ચેરપર્સન રેખા શર્માએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે પાયલ NCW માં તમારી ફરિયાદ મોકલો. જ્યારે અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું છે કે અનુરાગ કશ્યપની ધરપકડ કરવામાં આવે.



જોકે, હવે હજુ સુધી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ નથી નોંધાવ્યો, પરંતુ આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પાયલ પાસે પુરેપુરી ડિટેલ માંગી છે.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ