Rakul Preet Singh Relationship : ફિલ્મ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ઘણા સમયના ડેટિંગ બાદ પોતાના પ્રેમી અંગે ખુલાસો કર્યો છે. રકુલ પ્રીત સિંહે પોતાના રિલેશનશીપને ઓફિશિયલ કર્યુ છે, તે એક્ટર અને પ્રૉડ્યૂસર જેકી ભગનાની સાથે રિલેશનશીપમાં છે. ખાસ વાત છે અવાર નવાર બન્ને એકબીજા સાથે ફરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તેમને પોતાના અફેરને જાહેરમાં લાવી દીધુ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રકુલ પ્રીત સિંહે પોતાના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને એ વાતનો સંકેત આપ્યો હતો કે, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને તે બન્ને રિલેશનશીપમા છે.
રકુલ પ્રીત સિંહે પણ આ પૉસ્ટને રીપૉસ્ટ કરી હતી, રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીને પોતાની લાઇફની બેસ્ટ ગિફ્ટ ગણાવી હતી. ખાસ વાત છે કે રકુલ પ્રીત સિંહનુ રિલેશન ઓફિશિયલ થયા બાદ હવે એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ વાત પર મહોર મારી દીધી છે.
ઇન્ટરવ્યૂમાં રકુલ પ્રીત સિંહે બતાવ્યુ કે અમે પહેલાથી આમારા રિલેશનશીપને જાહેર કરવા માટેનુ પ્લાનિંગ કરી રહ્યાં હતા, હું ઇચ્છતી હતી જેકી ભગનાની તરફથી મારા માટે કોઇ ખાસ શબ્દો આવશે. રકુલ પ્રીત સિંહે કહ્યું કે હું ન હતી જાણતી કે જેકી મને કવિતાથી વિશ કરશે. અમે બન્ને એવુ વિચારતા હતા કે રિલેશનશીપમાં છીએ તો આ બધુ શું છુપાવવાનુ. પરંતુ હવે અમારુ રિલેશનશીપ પબ્લિક થઇ ગયુ છે અને અમે કંઇ જ છુપાવવા માંગતા નથી.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો