ક્રિસમસ ડે પર શર્લિન ચોપડા બની હૉટ સેન્ટા, ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો વાયરલ
abpasmita.in | 27 Dec 2019 10:27 AM (IST)
ક્રિસમસના પ્રસંગે શર્લિને રેડ અને બ્લેક કલરની બિકીની પહેરેલી છે, સાથે તેને સેન્ટા કેપ અને બ્લેક બૂટ પણ પહેર્યા છે
મુંબઇઃ પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ શર્લિન ચોપડા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે શર્લિન ચોપડાએ ક્રિસમસ ડે પર સેન્ટા ક્લૉસનો હૉટ અવતાર ધારણ કર્યો હતો. શર્લિનને પોતાની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે એકદમ બૉલ્ડ અને સેક્સી સેન્ટા ક્લૉઝ બનીને ફોટોશૂટ કરાવી રહી છે. ક્રિસમસના પ્રસંગે શર્લિને રેડ અને બ્લેક કલરની બિકીની પહેરેલી છે, સાથે તેને સેન્ટા કેપ અને બ્લેક બૂટ પણ પહેર્યા છે. તસવીરો શેર કરતાં શર્લિન ચોપડાએ કેપ્શનમાં લખ્યુ કે, તમારા સેક્સી સેન્ટાને મળવા તૈયાર થઇ જાઓ. શર્લિન ચોપડાએ બૉલીવુડમાં 2005માં આવેલી ફિલ્મ ટાઇમપાસ સાથે ડેબ્યૂ કર્યુ, ત્યારબાદ તેને જવાની દિવાની અને કામાસુત્રે થ્રીડી જેવી ફિલ્મો આપી હતી.