બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આ મામલે સરકાર અને પોલીસ પર ભડાસ કાઢી હતી. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાની પ્રેસ કૉન્ફરન્સમાં સ્વરાએ સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.
જ્યારે સ્વરાને પુછાયુ કે આટલો બધો ગુસ્સો કેમ છે? તો તેને કહ્યું કે, ઉત્તરપ્રદેશ પોલીસની જે નીતિ છે તે યોગ્ય નથી, ત્યાં જે મુસલમાનો પ્રદર્શન કરી રહ્યાં હતા તે અને ન હોતા કરી રહ્યાં તે, બધાની સાથે ગેરવર્તૂણક થઇ છે. આ એક ભયાનક સ્થિતિ છે. સરકારની કાર્યશૈલી નિંદનીય છે. જે રીતે લોકોને ઘરમાં ઘૂસીને મારી રહ્યાં છે, તે યોગ્ય નથી.
સ્વરાએ યોગી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, યુપી સરકાર સાંપ્રદાયિક ભાવનાની સાથે કામ કરી રહી છે. તે તોફાનો કરાવવાનુ કામ કરી રહી છે. પોલીસ બદલો લઇ રહી છે અને કાયદો વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ ગઇ છે.