મુંબઇઃ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ હાલ લૉકડાઉનના સમયે ઘરે રહીને કેવી રીતે ફિટ રહેવુ તે અંગે ખાસ ટિપ્સ આપી છે. શિલ્પા શેટ્ટીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સૂર્ય નમસ્કારનો એક વીડિયો શેર કરીને ફેન્સને એન્ટરટેનમેન્ટ સાથે ફિટ રહેવાની ટિપ્સ આપી છે.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૂર્ય નમસ્કારનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ- ઘરમાં રહીને આ રીતે રહો ફિટ....



શિલ્પાએ લખ્યું- કેટલાક દિવસો સુધી ઘરમં રહેવાથી તમારુ શરીર અકડાઇ શકે છે, એટલા માટે તમારા શરીરને થોડુ સ્ટ્રેચ કરવા અને ફ્લેક્સિબલ રાખવા માટે સૂર્ય નમસ્કાર કરવુ બેસ્ટ રીતે છે. આને વધુ અસરદાર બનાવવા માટે મે આમાં કેટલાક વેરિએેશન સામેલ કર્યા છે. તમે પણ આને ઘરમાં ટ્રાય કરી શકો છો. આનાથી તમારા ખભા અને કોર કી સ્ટ્રેન્થ વધે છે. સાથે તમારી ફ્લેક્સિબિલિટી અને સ્ટેમિના પણ વધારે થાય છે.



વીડિયોમાં શિલ્પા બ્લૂ જેગિંગ અને લાઇટ બ્લૂ કલરની સ્પોર્ટ્સ બ્રામાં દેખાઇ રહી છે. ફેન્સને શિલ્પા શેટ્ટીનો આ ફિટનેસ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. હાલ બૉલીવુડ એક્ટર પોતાના ઘરે છે, અને અવનવી પ્રવૃતિઓ કરી રહ્યાં છે.