Bollywood Actress and Cricketer : માસૂમ ચહેરો, સુંદર અને બોલતી આંખો અને લાંબા વાળ. 90ના દાયકામાં સુંદરતાની વ્યાખ્યા આપનારી અભિનેત્રી સોનાલી બેન્દ્રેના લાખો ચાહકો હતા. શું આમ અને શું ખાસ. સૌ સોનાલીને જોવા આતુર હતા. આ જ કારણ છે કે પાડોશી દેશનો એક ક્રિકેટર પણ તેના દિવાના બની ગયો હતો. મેજર સાબ, સરફરોશ, દિલજલે, કીમત, ઝખ્મ અને ડુપ્લિકેટ જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની અભિનય કૌશલ્ય દેખાડનાર સોનાલીની ગણતરી આજે પણ 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે.
સોનાલી બેન્દ્રેએ વર્ષ 1995માં ફિલ્મ 'આગ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર ડેબ્યુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સોનાલી બેન્દ્રેની સુંદરતાની ચર્ચા દેશમાં જ નહીં વિદેશમાં પણ થઈ હતી. પાકિસ્તાનનો ફેમસ ક્રિકેટર શોએબ અખ્તર સોનાલીનો દિવાનો બની ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોએબ સોનાલીને એટલો પસંદ કરતો હતો કે, તે તેની તસવીર પોતાના પર્સમાં રાખતો હતો.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એકવાર શોએબે કહ્યું હતું કે, તે સોનાલીને પ્રપોઝ કરશે અને જો એક્ટ્રેસ ઇનકાર કરે તો તે તેનું અપહરણ પણ કરી શકે છે. જોકે તેણે આ વાત મજાકમાં કહી હતી.
આ ઉપરાંત બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી પણ સોનાલીને પસંદ કરતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાલી અને સુનીલ વચ્ચે ખાસ મિત્રતા પણ હતી. જોકે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો.
વર્ષ 2018માં સોનાલી મેટાસ્ટેટિક કેન્સરનો શિકાર બની હતી. ન્યૂયોર્કની હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. સોનાલી કેન્સરને હરાવવામાં સફળ રહી અને હવે તે સામાન્ય જીવન જીવી રહી છે.
Sonali Bendre નો ખુલાસો, એ સમયે નિર્દેશકો ઉપર અંડરવર્લ્ડનું પ્રેશર રહેતું
એક સમય એવો હતો જ્યારે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંડરવર્લ્ડનો દબદબો હતો. ફિલ્મોમાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ થતો હતો. નિર્માતાઓ, દિગ્દર્શકોથી લઈને કલાકારો સુધી, બધાએ અંડરવર્લ્ડના દબાણમાં કામ કર્યું, જો કે સમય બદલાયો તેમ આ કાળો પડછાયો પણ ઈન્ડસ્ટ્રીથી દૂર થતો ગયો. તે સમયે કેટલાક કલાકારોએ પણ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે આજે આટલા વર્ષો પછી બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ આ અંગે ખુલીને વાત કરી છે.
સોનાલી તાજેતરમાં The Ranveer Show podcastમાં પહોંચી હતી જ્યાં અભિનેત્રીએ સ્વીકાર્યું હતું કે 90ના દાયકામાં અંડરવર્લ્ડનું નિર્દેશકો પર દબાણ હતું, જેના કારણે અભિનેત્રીને ઘણી ફિલ્મો માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે, નિર્દેશક સ્પષ્ટપણે બોલતા હતા અને કહેતા હતા કે તે કંઈ કરી શકે તેમ નથી.
અભિનેત્રીએ કહ્યું, 'ઘણી જગ્યાએથી ફિલ્મોમાં પૈસાનું રોકાણ કરવામાં આવી રહ્યું હતું. ગેરકાયદેસર રીતે પૈસા આવતા હતા, દેખીતી રીતે બેંકો તમને આટલા પૈસા નહીં આપે, તેમની પણ એક મર્યાદા હતી. જ્યાં સુધી મને લાગે છે કે જ્યાં સુધી મને લાગ્યું કે કંઈક ખોટું છે, હું બહાનું બનાવતી હતી કે હું સાઉથની ફિલ્મનું શૂટિંગ કરું છું, હું તે નહી કરી શકું.