મુંબઇઃ પોતાની પતિ સાથે અણબનને લઇને ચર્ચામાં આવેલી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી હવે બૉલ્ડ અવતારમાં સામે આવી છે. 'કસોટી જિંદગી કી'થી ઘરે ઘરે પોતાની આગવી ઓળખ બનાવનારી એક્ટ્રેસ હવે વેબ સીરીઝમાં કામ કરી રહી છે. તેનુ ટ્રેલર રિલીઝ થતાં જ તેનો બૉલ્ડ અવતાર સામે આવ્યો છે.

એકતા કપૂરની વેબ સીરીઝ 'હમ તુમ એન્ડ ધેમઃ બચ્ચો કે સાઇડ ઇફેક્ટ્સ'માં જોવા મળશે. આ વેબ સીરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યુ છે. સંસ્કાર વહુનો રૉલ કરનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી હવે આ સીરીઝમાં એકદમ બૉલ્ડ અંદાજમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે આમાં કેટલાય લિપલૉક સીન આપ્યા છે.


આ વેબ સીરીઝમાં દર્શકોને ફેમિલી ડ્રામા અને રૉમાન્સ જોવા મળશે, સીરીઝમાં તેની સાથે અક્ષય ઓબેરોય છે. ખાસ વાત છે કે, આવુ પહેલીવાર બન્યુ છે કે એક્ટ્રેસ કેમેરાની સામે આટલી બધી બૉલ્ડ થઇ છે. આ સીરીઝ ZEE5 પર 6 ડિસેમ્બરે રિલીઝ થશે.