સોફિયાએ પોતાની કેટલીક ન્યૂડ તસવીરો શેર કરી છે, જેમાં તે ન્યૂડ થઇને ॐની પેન્ટિંગની સામે પૉઝ આપી રહી છે. સોફિયાએ પોતાના ફોટોના કેપ્શનમાં પહેલા આલ્બર્ટ આઇન્સ્ટાઇનની વાત લખી. અને પછી ॐ અને ભગવાન શિવના વિશે વાત કરી હતી. સોફિયાના આ સ્ટેટમેન્ટથી સોશ્યલ મીડિયા પર તેના વિરુ્દ્ધ ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ લાગ્યો હતો.
આ તસવીરો બાદ એક ટ્વીટર યૂઝરે જાહેરાત કરી કે તેને સોફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી છે. યૂઝરે કહ્યું કે, તેને આવુ એટલા માટે કર્યુ કેમકે સોફિયાએ હિન્દુ ભગવાનનુ અપમાન કર્યુ છે.
તેને લખ્યુ મે હિન્દુ ભગવાનોનુ અપમાન કરવા અને ધાર્મિક ભાવનાઓને દુભાવવા માટે સોફિયા હયાત વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદ દાખલ કરાવી છે. હું આશા રાખીશ કે સરકાર તેના વિરુદ્ધ મોટી એક્શન લેશે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસે પહેલા તેને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કહ્યું હતુ કે તે હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મને પ્રેમ કરે છે. સોફિયા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે.