મુંબઇઃ દેશમાં વૈશ્વિક મહામારી સામે જાગરૂકતા ફેલાવવા માટે હવે સલમાન ખાન એક અનોખો અંદાજ લઇને સામે આવ્યો છે. સલમાને લોકોને ઘરમાં રહો-સુરક્ષિત રહો ની અપીલ કરવા માટે એક ખાસ સોન્ગ બનાવ્યા છુ. આ સોન્ગ કોરોના વાયરસની અવેરનેસ માટે બનાવવામાં આવ્યુ છે.

આ ગીતની એક ટીજર સલમાન ખાને ટ્વીટર પર શેર કર્યું છે, અને કહ્યું છે 20 એપ્રિલે યુટ્યૂબ ચેનલ પર આને રિલીઝ કરવામાં આવશે.

ખાસ વાત છે કે, આ ‘પ્યાર કોરોના’ અવેરનેસ સોન્ગમાં બોલ સલમાન ખાનના છે અને સાથે હુસૈન દલાલે સાથ આપ્યો છે.

આ વીડિયોની શરૂઆત સ્ક્રીન પર હેશટેગ બીઇંગહ્યૂમન, ઇન્ડિયાફાઇટ્સકોરોના, સ્ટેહૉમસ્ટેસેફની સાથે થાય છે. અને પાર્શ્વમાં સલમાન ખાનના અવાજમાં ‘પ્યાર કોરોના’, અહતિયાત કોરોના ગીત વાગવા લાગે છે.



ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને કોરોના વાયરસને લઇને લોકોમાં જાગૃતિ ફેલાઇ રહ્યો છે, અને સાથે સાથે જરૂરિયાતમંદોને આર્થિક તેમજ ભોજનની મદદ પણ કરી રહ્યો છે.