મુંબઇઃ દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કારણે લૉકડાઉનની સ્થિતિ છે, દુબઇમાં પણ લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે બૉલીવુડ એક્ટર સંજય દત્તને પોતાની પત્ની અને બાળકોની ચિંતા થઇ રહી છે, કેમકે સંજય દત્તની પત્ની માન્યતા બાળકો સાથે દુબઇમાં ફસાઇ છે.

સંજય દત્તે દુઃખ સાથે જણાવ્યુ કે, હાલ દુબઇમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, અને ત્યાં તેની પત્ની માન્યતા અને બાળકો ફસાયા છે.

સંજય દત્તે જણાવ્યુ કે હું દરરોજ બાળકોની સાથે ફેસટાઇમ ચેટ કરુ છું, પણ મને તેમની સુરક્ષાની ચિતા છે, હું પણ લૉકડાઉનમાં જ છું, પણ મારા પરિવારની ચિંતા થાય છે, અને તેમને ખુબ યાદ કરી રહ્યો છું, તે ઘરે પાછા ક્યારે આવશે.



સંજય દત્તે કહ્યું કે ટેકનોલૉજીનો આભાર હુ તેની મદદથી તેમને જોઇ શકુ છું, દિવસમાં અનેકવાર વાત કરી શકુ છું, હું હજુ પણ તેમને ખુબ પ્રેમ કરુ છું.

નોંધનીય છે કે, હાલ દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક સેલેબ્સ એવા છે જે ફસયા છે, સલમાન ખાન પણ પોતાના પિતાને નથી મળી શકતો, તે પોતાના ફાર્મહાઉસમાં છે. વળી જેકી શ્રોફ પણ પત્ની આયશાને નથી મળી શક્યો કેમકે તે પણ પોતાના ફાર્મહાઉસ પર ફસાયેલો છે.



પીએમ મોદીએ દેશમાં વધુ 19 દિવસનુ લૉકડાઉન આપ્યા બાદ કેટલાય લોકો ફસાયા છે, સરકારની અપીલ છે કે જે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને સુરક્ષિત રહે.