મુંબઇઃ સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચાલી રહેલા ઓનલાઇન શોષણ અને અશ્લીલતા સામે બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ બાંયો ચઢાવી છે. બૉલીવુડની દબંદ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા સાયબર ઉત્પીડન વિરુદ્ધ એક કેમ્પેઇન શરૂ કર્યુ છે. તે હેશેટેગ ફૂલસ્ટૉપટૂસાયબરબૂલિંગ અભિયાનમાં મહારાષ્ટ્ર પોલીસના સ્પેશ્યલ મહાનિરીક્ષક અને મિશન જોશની સાથે મળીને કામ કરશે. આ વાતની જાણકારી તેને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે આપી છે, એક્ટ્રેસે એક વીડિયો પૉસ્ટ કરીને લોકોને જાગૃત કરવાનુ કામ કર્યુ છે.
સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કહ્યું- સાયબર ઉત્પીડન રોકવાના અભિયાન મિશન જોશની પહેલ છે, અને હું મહારાષ્ટ્ર પોલસીના સ્પેશ્યલ મહાનિરીક્ષક પ્રતાપ દીવાકરની સાથે મળીને આમાં કામ કરીશ. આનો અર્થ જાગૃતિ લાવવી અને લોકોને ઓનલાઇન ઉત્પીડન, શોષણ, અશ્લીલતા અને ટ્રૉલિંગના કારણે કોઇ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પડનારી અસર પ્રત્યે લોકોને જાગૃત કરવાનુ છે.
સોનાક્ષી સિન્હાએ એક વીડિયો પણ પૉસ્ટ કર્યો છે, જેમાં વાત કરી રહી છે કે કેવી રીતે ફેક એકાઉન્ટ અને તેમની તસવીરોનો દુરપયોગ કરીને લોકોએ તેમને ટ્રૉલ કરી. તેને કહ્યું કેટલાક લોકો ટ્રૉલનો શિકાર થાય છે, તેમાં હુ પણ સામેલ છુ, પરંતુ મે નક્કી કરી લીધુ છે કે હવે બસ. હવે સાયબર ઉત્પીડન અને ઓનલાઇન માખોલ ઉડાવવા પર પુરેપુરી રોક લાગશે.
https://www.instagram.com/tv/CDDzrPHANx0/?utm_source=ig_embed
નોંધનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી સોનાક્ષી સિન્હને કેટલાય લોકોએ ટ્રૉલ કરી હતી, બાદમાં સોનાક્ષીએ પોતાનુ ટ્વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધુ હતુ.
ઓનલાઇન અશ્લીલતા અને શોષણ વિરુદ્ધ આ અભિનેત્રીએ શરૂ કર્યુ ખાસ અભિયાન, મુંબઇ પોલીસ સાથે કરશે આ કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2020 01:34 PM (IST)
નોંધનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી સોનાક્ષી સિન્હને કેટલાય લોકોએ ટ્રૉલ કરી હતી, બાદમાં સોનાક્ષીએ પોતાનુ ટ્વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધુ હતુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -