મુંબઇઃ મિસ યુનિવર્સ 2015 સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ એક મોટો ખુલાસો ગ્લેમરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કર્યો છે. તે માને છે કે તમામ સ્ટાર્સ પછી તે પુરુષ હોય કે મહિલા, હંમેશા સારા દેખાવવા માટે દબાણમાં રહે છે.

ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ મીડિયામાં જણાવ્યુ કે જ્યારે તમે એક અભિનેતા, એક સ્ટાર હોવ છો, તો તમને ફિટ દેખાવવુ પડે છે. સ્ટાર્સ હંમેશા સારા દેખાવવા માટે દબાણમાં રહે છે, માત્ર હીરોઇનો જ નહીં પણ પુરુષ સ્ટાર્સ પણ.



ઇન્સ્ટાગ્રામ પર 2.63 કરોડ (26.3 મિલિયન) અને ટ્વીટર પર 631.2 હજાર ફોલોઅર્સ વાળી અભિનેત્રીએ ગ્લેમરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોટો ખુલાસો કર્યો છે. ઉર્વશીએ કહ્યું કે, આ દબામ ખાસ કરીને સોશ્યલ મીડિયા પર ટ્રૉલિંગથી બચાવા માટે છે. 2013માં સિહ સાબ ધ ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી ઉર્વશી રૌતેલાએ પણ કહ્યું કે ડિજીટલ મીડિયાના નવા યુગમાં તમારે પ્રેરણાદાયક દેખાવવા માટે અને નકારાત્મક ટિપ્પણી આપનારા લોકોથી બચવા માટે પ્રસ્તુતિકરણ પર ધ્યાન આપવુ પડશે.



આમ તો ઉર્વશી ગ્લેમરસ અંદાજને લઇને સૌથી વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી દરરોજ સોશ્યલ મીડિયા પર પોતાની એકથી એક હૉટ અને બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે, જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ પણ થાય છે.

અભિનેત્રીના કામની વાત કરીએ તો તે પોતાની આગામી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયાની રિલીઝની રાહ જોઇ રહી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.