ઝાયરા વસીમ પોતાની પૉસ્ટમાં લખ્યુ કે, કાશ્મીર સતત આશા અને ફ્રસ્ટ્રેશનમાં જીવી રહ્યાં છે. નિરાશા અને દુઃખના સ્થાને શાંતિનુ જુઠાણુ ફેલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરીઓની આઝાદી પર પાબંદી છે, અમને ડિટેક્ટ કરવામાં આવી રહ્યાં છે.
કાશ્મીરમાં અમારા અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે, અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતા પર પાબંદી કેમ? અમે વાત કરવાની અને વિચારો રજૂ કરવાની પાબંદી કેમ? અમારામાં ડર અને ચિંતા છે.
એક્ટ્રેસ ઝાયરા વસીમે પોતાની પૉસ્ટમાં સરકારની નીતિઓની પોલ ખોલી નાંખી છે. ઝાયરા વસીમે સ્થિતિ પર સરકાર સામે નિશાન તાક્યુ છે.
ઉલ્લેખનીય છે કે, હાલ ઝાયરા વસીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, જોકે, આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યા બાદ ઝાયરા વસીમ લાઇમલાઇટમાં આવી ગઇ હતી.