આજકાલ અભિનેત્રી ઝરીન ખાનનો એક પંજાબી ડાન્સ વીડિયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે. ઝરીન પંજાબી સિંગર ગુરુ રંધાવાના ગીત લગદી લાહૌર દી આ પર જબરદસ્ત ડાન્સ મૂવ્ય કરતી દેખાઇ રહી છે. ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં છે.
ઝરીન ખાનના આ વીડિયોને ફેન્સ હજારોની સંખ્યામાં જોઇ ચૂક્યા છે. ડાન્સ દરમિયાન પંજાબી લૂકમાં દેખાઇ રહી છે. આ લૂકમાં એક્ટ્રેસ ખુબ સુંદર લાગી રહી છે. આ વીડિયોને હૂસૈન નાવેદ નામનો યુટ્યૂબ ચેનલ દ્વારા અપલૉડ કરવામાં આવ્યો છે.
ઝરીન ખાનના બૉલીવુડ કેરિયરની વાત કરીએ તો એક્ટ્રેસે ફિલ્મ વીરથી બૉલીવુડમાં પગ માંડ્યો હતો. સલમાન ખાન સાથે હીટ રહેલી એક્ટ્રેસ બાદમાં રેડીમાં દેખાઇ હતી. જોકે, હાલ ઝરીન ખાન બૉલીવુડમાં ખુબ ઓછી દેખાઇ રહી છે.