મુંબઇઃ સોમવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો, આ તહેવાર ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર છે. ગઇ 14 જૂને પોતાના ઘરમાં આપઘાત કરી ચૂકેલા સુશાંત સિંહની બહેનો આ તહેવારમાં પોતાના ભાઇને યાદ કરતી રહી. એટલે સુશાંતની બહેનો રક્ષાબંધનના તહેવારમાં પોતાના ભાઇને રડતી આંખે યાદ કર્યો અને એક ઇમૉશનલ પૉસ્ટ લખીને લાગણીઓ વ્યક્ત કરી હતી. સુશાંતની બહેનની ઇમૉશનલ પૉસ્ટ હાલ ખુબ વાયરલ થઇ રહી છે.

રક્ષાબંધનના તહેવારે રાખડી બાંધવાના સમયે સુશાંતની બહેન રાની ખુબ લાગણીશીલ થઇ ગઇ અને તેને રડતા રડતાં સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ લખી હતી.

તેને લખ્યું- ગુલશન, મેરા બચ્ચા. આજ મેરા દિન હૈ. આજ તુમ્હારા દિન હૈ. આજ હમારા દિન હૈ. આજ રાખી હૈ. - પાત્રીસ વર્ષ બાદ એવો સમય આવ્યો છે, જ્યારે પૂજાની થાળી સજી છે. આરતીનો દીવો પણ સળગી રહ્યો છે. કંકુ-ચંદન-હળદરનો ચાંદલો પણ છે. મિઠાઇ પણ છે. બસ તે ચહેરો નથી, જેની આરતી ઉતારી શકુ. તે લલાટ ના હોય જેના પર ચાંદલો કરી શકુ. તે હાથ ના હોય જેના પર રાખડી બાંધી શકુ. તે મોં નથી જેને મિઠાઇ ખવડાવી શકુ. તે માથુ નથી જેને ચૂમી શકુ. તે ભાઇ નથી જેને ગળે લગાવી શકુ. વર્ષો પહેલા જ્યારે તુ આવ્યો ત્યારે જીવન જગમગી ઉઠ્યુ હતુ. જ્યારે હતો ત્યારે અજવાળુ હતુ, હવે નથી તો મને ખબર નથી પડતી કે શું કરુ? તારા વિના મને જીવતા નથી આવડતુ. ઢગલાબંધ વસ્તુઓ આપણે સાથે સાથે સાખી છે. તારા વિના રહેતા હુ એકલા કેવી રીતે શીખુ? હંમેશા તારી રાની દીદી....



ઉલ્લેખનીય છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામેલ હાલ બે રાજ્યોની પોલીસ તપાસ ચલાવી રહી છે. મુંબઇ પોલીસ અને પટના પોલીસ મુંબઇમાં તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ ખાસ સફળતા નથી મળી. ત્યારેબીજી બાજુ એક વર્ગ સુશાંત કેસ સીબીઆઇને સોંપવાની વાત કરી રહ્યો છે.