તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકો છો કે, વરૂણ પેપ્સને કહે છે કે, “ધીરે બોલો બિચારી ડરી જશે” વરૂણના આવો અંદાજ જોઇને નતાશા હસી પડે છે. ફેન્સ આ વીડિયોને ખૂબ લાઇક્સ અને શેર કરી રહ્યાં છે.
નતાશા લાઇમ લાઇટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. નતાશા અન્ય સ્ટાર વાઇફ કરતા વધુ શરમાળ અને અલગ સ્વભાવની છે. નતાશાના આ સ્વભાવના કારણે નતાશા કેમરા સામે કમ્પફર્ટ ફીલ કરે તેવી કોશિશ વરૂણ હંમેશા કરતો રહે છે.