એવોર્ડ સેરેમની માટે ડ્રેસ ખરીદવાના પૈસા ન હતા
અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેણે ફિલ્મ 'ફેશન' માટેના તેમના પ્રથમ રાષ્ટ્રિય એવોર્ડની તસવીર શેર કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું, “'પ્રથમ રાષ્ટ્રિય એવોર્ડ, આ એવોર્ડ સાથે ઘણી યાદો જોડાયેલી છે. હું આ સન્માન મેળવનાર સૌથી નાની ઉંમરની અભિનેત્રી હતી. ફેશન મહિલા આધારિત ફિલ્મ હતી. તેના માટે મને પુરસ્કાર પણ મહિલા રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો હતો.. જો કે આ સમયે મારી પાસે આ એવોર્ડ સેરેમની માટે ડ્રેસ ખરીદવાના પૈસા ન હતા. મેં જાતે જુગાડ કરીને તે સમયે ડ્રેસ ડિઝાઇન કર્યો હતો”