બોલિવૂડ: એક્ટર ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરને જોયા બાદ ફેન્સ તેના પ્રેગ્નન્ટ હોવાની કયાસ લગાવી રહ્યાં છે. આ તસવીરમાં તેનો બેબી બંપ જોવા મળી રહ્યો છે
બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન તેમની આવનાર ફિલ્મ ‘પોન્નિર્ઇન સેલવન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના શૂટિંગ માટે તે તમિલનાડુમાં છે. રવિવારે તે તેમના પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા સાથે તેમના કો-સ્ટાર સરથ કુમારના ઘરે પહોંચી હતી. આ સમય દરમિયાનની કેટલીક તસવીર શરથ કુમારની દીકરી અને વરલક્ષ્મીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને સરથ કુમારના પરિવાર સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. જો કે આ તસવીર જોયા બાદ તેમના ફેન્સ એશ્વર્યા રાયની પ્રેગ્નન્સીના કયાસ લગાવી રહ્યાં છે. કેટલાક લોકોએ બેબી બમ્પ દેખાતો હોવાની વાત કરી છે.લોકો પૂછી રહ્યાં છે કે શું તે બીજી વખત મા બનવા જઇ રહી છે?
એશ્વર્યા રાયે ઓફ શોલ્ડર બ્લેક ટોપ પહેર્યું છે. આ તસવીરમાં તેમનું વજન પણ વધેલું દેખાય છે. તેમણે પેટને હાથથી છુપાવવાની કોશિશ કરી છે. તેમની આ તસવીર જોઇને ફેન્સ તેમની પ્રેગ્નન્સીના કયાસ લગાવી રહ્યાં છે.
એશ્વર્યા રાયે ઓફ શોલ્ડર બ્લેક ટોપ પહેર્યું છે.તો અભિષેક બચ્ચને સફેદ ટીશર્ટ અને જિન્સ પહેર્યું છે. તે સફેદ કાળી દાઢીમાં જોવા મળ્યો. તો આરાધ્યાએ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યું છે.આ તસવીરે એશ્વર્યા અને અભિષેકના ફેન્સનું દિલ જીતી લીધું છે.
તો આ તસવીરને શેર કરતા વરલક્ષ્મીએ અભિષેક બચ્ચન અને એશ્વર્યાને મળવાની ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે ફોટો શેર કરતા લાંબી આભારની નોટ પણ લખી છે. હાલ બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન તેમની આવનાર ફિલ્મ ‘પોન્નિર્ઇન સેલવન’નું શૂટિંગમાં વ્યસ્ત છે અને તે તમિલનાડુમાં છે.