Aishwaya Abhishek Conflicts: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના અંગત જીવનને લઈને ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું અને આ કપલ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યું છે.


શું ઐશ્વર્યા રાયે પતિ અભિષેક બચ્ચનનું ઘર છોડી દીધું?
છૂટાછેડાની અફવાઓ વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે ઐશ્વર્યાએ તેના પતિ અભિષેક બચ્ચનનું ઘર છોડી દીધું છે. ઝૂમ પરના એક રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા આ દિવસોમાં તેની માતાના ઘરે રહે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ખટરાગ ખુબ વધી ગયો છે.


 






બંને તેમની પુત્રી આરાધ્યાના કારણે જ સાથે રહેતા હતા. નહિંતર, બે વર્ષ પહેલા જ બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો. જો કે, કપલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આ બધાની વચ્ચે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે અમિતાભ અને ઐશ્વર્યાએ એકબીજાને અનફોલો કરી દીધા છે.


જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચે 36નો આંકડો છે
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચનનો સંબંધ તેની સાસુ જયા બચ્ચન સાથે પણ ખાસ નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ વર્ષો પહેલા એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તો બીજી તરફ, ઐશ્વર્યાના તેની નણંદ શ્વેતા બચ્ચન સાથે અણબનાવના સમાચાર સામે આવતા રહે છે. ઘણા પ્રસંગોએ બંને એકબીજાને અવગણતા જોવા મળ્યા છે.


ઐશ્વર્યાએ બચ્ચન પરિવાર સાથે એક હેપી ગ્રુપ ફોટો ક્લિક કરાવ્યો હતો


જો કે, બચ્ચન પરિવાર સાથે અણબનાવના અહેવાલો વચ્ચે, ઐશ્વર્યા થોડા દિવસો પહેલા સમગ્ર બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી. વાસ્તવમાં ફિલ્મ 'ધ આર્ચીઝ'ના સ્ક્રિનિંગમાં અમિતાભ બચ્ચન સહિત આખો બચ્ચન પરિવાર અગસ્ત્ય નંદાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યાએ બચ્ચન પરિવાર સાથે એક હેપી ગ્રુપ ફોટો ક્લિક કરાવ્યો હતો.