ફિલ્મ ક્રિટીક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું, અજય દેવગન ગલવાન ઘાટી વિવાદ પર ફિલ્મ બનાવશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ફિલ્મમાં ભારતીય સેનાના 20 જવાનોનું બલિદાન બતાવવામાં આવશે. ફિલ્મની કાસ્ટ હજુ સુધી ફાઇનલ નથી થઈ. અજય દેવગન એફફિલ્મ્સ અને સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ એલએલપી તેને પ્રોડ્યૂસ કરશે.
ફિલ્મના એલાન બાદ ટ્વિટર પર અક્ષયને યૂઝર્સ ટ્રોલ કરવા લાગ્યા. જો કે, કેટલાક યૂઝર્સ અજય દેવગનની પણ મજાક ઉડાવી રહ્યાં હતા. પરંતુ વધારે અક્ષયને ટ્રોલ કર્યો. વાસ્તવમાં સામાજિક અને દેશભક્તિ જેવા મુદ્દા પર છેલ્લા કેટલાક વર્ષોથી અક્ષય કુમાર અનેક ફિલ્મો બનાવી ચુક્યા છે, એવામાં જ્યારે સેના સાથે જોડાયેલી આ ઘટના પર અજય દેવગનની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી તો અક્ષય ટ્રોલ થવા લાગ્યો. અનેક યૂઝર્સે મજેદાર મીમ્સ પણ શેર કર્યા.