મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ મામલાની પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટ આવ્યા બાદ મુંબઈ પોલીસે હવે ફાંસી લગાવેલા કપડાને ટેસ્ટ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે. લેબમાં કપડું સુશાંતનો ભાર ઉઠાવવા સક્ષમ હતું કે નહીં તેની તપાસ થશે. સુસાઈડ વખતે સુશાંતનું વજન 80 કિલોગ્રામ હતું.
તપાસકર્તાના જણાવ્યા મુજબ, સુશાંત સિંહ લીલા રંગના કપડાનો ફાંસીનો ફંદો બનાવી પંખા સાથે લટકી સુસાઈડ કર્યુ હતું. આ કપડું એક સુતરાઉ નાઇટ ગાઉન હતું. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ અધિકારીએ કહ્યું, વિસેરા ઉપરાંત પોલીસે ગાઉનને પણ કેમિકલ અને ફોરેન્સિક એનાલિસિસ માટે કલિના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલ્યું છે. ત્રણ દિવસ બાદ ફાઇનલ રિપોર્ટ આવશે.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 28 લોકોના નિવેદન નોંધવામાં આવી ચુક્યા છે, જેના આધારે કેસ ઉકેલવાની કોશિશ થઈ રહી છે.
સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીના કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. વિસેરા રિપોર્ટમાં ખુલાસો થયો કે તેના શરીર અને નખમાંથી કોઈપણ પ્રકારનું શંકાસ્પદ કેમિકલ કે ઝેર મળી આવ્યું નથી. તેથી પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે.