52 વર્ષીય અક્ષય કુમાર ‘અતરંગી રે’ ફિલ્મમાં સ્પેશ્યલ રૉલમાં દેખાશે. ફિલ્મ નિર્માતા આનંદ એલ રાયે કહ્યું કે, આ પ્રકારનો રૉલ કરવા અક્ષય જેવા એક સુરક્ષિત અભિનેતાને લેવામાં આવ્યો છે. જ્યારે મે તેને સ્ટૉરી સંભળાવી તો 10 મિનીટની અંદર જ તેને હા કહી દીધી હતી.
ફિલ્મ કરવાને લઇને અક્ષય કુમારની એક ખાસ વાત બહાર આવી છે. સુત્રો અનુસાર અક્ષય કુમારે ‘અતરંગી રે’ ફિલ્મ માટે અધધધ ફી વસૂલી છે. રિપોર્ટ પ્રમાણે 14 દિવસના શૂટિંગ માટે અક્ષય કુમાર 27 કરોડ રૂપિયા લેવાનો છે. આ ફિલ્મમાં અક્ષય સ્પેશ્યલ રૉલમાં દેખાશે. આ ફિલ્મનૂ શૂટિંગ પણ શરૂ થઇ ચૂક્યુ છે, અને અક્ષય કુમાર આ ફિલ્મ માટે લગભગ બે અઠવાડિયાનુ શૂટિંગ કરશે. જોકે, ફિલ્મના ડાયરેક્ટરે અક્ષયની અંગે હજુ સુધી કોઇ કન્ફર્મેશન આપી નથી.
બૉલીવુડનો ખેલાડી અક્ષય કુમાર દર વર્ષે લગભગ ત્રણથી ચાર ફિલ્મો લઇને આવે છે. અને તેના ફેન્સ પણ તેની ફિલ્મને જબદસ્ત રિસ્પૉન્સ આપે છે. અક્ષયની મોટાભાગની ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે.