મુંબઈ: લોકડાઉન બાદ દેશભરમાં પ્રવાસી મજૂરોને બસ, ટ્રેન અને ફ્લાઈટથી પોતાને ઘરે પહોંચડવાની જવાબદારી ઉઠાવનારા સોનૂ સૂદે હવે આ મજૂરોને રોજગાર અપાવવામા માટે એક નવું પગલુ ભર્યું છે.

સોનૂ સૂદે 'પ્રવાસી રોજગાર' નામથી એક પોર્ટલની શરૂઆત કરી છે, તેના માધ્યમથી મજૂરોને યોગ્ય રોજગાર અપાવવાની સાથે સાથે જરૂરી જાણકારી તેમને રોજગાર અપાવવામાં મદદ કરશે. કેટલાક વિશેષ રોજગાર મામલે મજૂરોને તાલિમ પણ આપવામાં આવશે.

ઉલ્લેખીય છે કે ગામડે-ગામડે લોકોના સમૂહોના માધ્યથી આવા પ્રવાસી મજૂરોને દેશના અલગ-અલગ શહેરોમાં રોજગાર અપાવવામાં મદદ કરવામાં આવશે. આ પોર્ટલ સાથે દેશના અલગ-અલગ સેક્ટરની સાથે ભાગીદારી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પોર્ટલ સાથે 500 એવી પ્રતિષ્ઠિત કંપનીઓના નામ જોડાયેલા હશે, જેમાં પ્રવાસી મજૂરો માટે રોજગારની તક હોય. જે ક્ષેત્રમાં રોજગાર ઉપલબ્ધ હશે તેમાં કન્સ્ટ્રક્શન, રેડીમેડ કાપડ, હેલ્થકેર, એન્જિનિયરિંગ, બીપીઓ, સિક્યોરિટી, ઓટોમોબાઈલ, ઈ-કોર્મર્સ, લોજિસ્ટિક વગેરે. એટલું જ નહી, પ્રવાસી રોજગારના માધ્યમથી અંગ્રેજી બોલવાથી ળઈને અન્ય કૌશલ પણ મજૂરોને શીખડાવવામાં આવશે.

સોનૂ સૂદે એબીપી ન્યૂઝને કહ્યું, "છેલ્લા ઘણા મહીનાઓથી આ પોર્ટલને ડિઝાઈન કરવાની કામગીરી શરૂ હતી અને ઘણી મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે. મને આશા છે કે તેનાથી લાખો પ્રવાસી મજૂરોને ફાયદો થશે."

સોનૂ સૂદે જણાવ્યું કે જ્યારે પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા, તો વધુ પડતા મજૂરોને ફરી રોજગાર મેળવવાની ચિંતા સતાવી રહી હતી અને આજ કારણે આ પ્રકારની વેબસાઈટ શરૂ કરવાની પહેલ કરી છે.