U Turn OTT Release Date: બૉલીવુડ એક્ટ્રેસ અલાયા એફે ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો ઓછો જમાવ્યો છે, હાલના દિવસોમાં અલાયાની કેટલીય ફિલ્મો પાઇપલાઇનમાં છે. આ દરમિયાન અભિનેત્રીની નવી ફિલ્મ યૂ-ટર્નની રિલીઝ ડેટ સામે આવી છે. આલિયાની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મની રિલીઝ ડેટ મંગળવારે જાહેર કરવામાં આવી હતી અને આ મહિને સ્ટ્રીમ કરવામાં આવશે.


આ દિવસે રિલીઝ થશે અલાયા એફની યૂ-ટર્ન ફિલ્મ - 
OTT પ્લેટફોર્મ G5ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલ્મ યૂ-ટર્નની રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 28 એપ્રિલ, 2023ના દિવસે સ્ટ્રીમ થશે. આ સાથે જ ફિલ્મનું નવું પૉસ્ટર શેર કરવામાં આવ્યું છે, જેમાં અલાયા એફ જોવા મળી રહી છે. તેના માથા પર ઈજાના નિશાન દેખાય છે. ફિલ્મ યૂ-ટર્નને એકતા કપૂરે પ્રૉડ્યૂસ કરી છે, અને આરિફ ખાન આના ડાયરેક્ટર છે. 


કન્નડ ફિલ્મની રિમેક છે 'યૂ-ટર્ન' 
આ ફિલ્મમાં અલાયા એફ ઉપરાંત પ્રિયાંશુ પૈન્યુલી પણ દેખાશે. તે કન્નડ ફિલ્મ યૂ-ટર્નની હિન્દી રિમેક છે, જેમાં શ્રદ્ધા શ્રીનાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ ફ્લાયઓવર પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા બાઇક સવારોના મૃત્યુની આસપાસ ફરે છે. અગાઉ આ ફિલ્મ મલયાલમ ભાષામાં પણ વર્ષ 2017માં બની ચૂકી છે.






આ ફિલ્મમાં દેખાઇ હતી અલાયા - 
ઉલ્લેખનીય છે કે, અલાયા એફ  (Alaya F)ની ફિલ્મ Almost Pyaar with DJ Mohabbat ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ હતી, જેનું ડાયેરક્શન અનુરાગ કશ્યપે કર્યુ હતુ, જોકે આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. આ પહેલા અલાયા એફ 'જવાની જાનેમન' અને 'ફ્રેડી' જેવી ફિલ્મોમા કામ કરી ચૂકી છે.