BRAHMASTRA TRAILER OUT ON JUNE 15: આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર 15 જૂને દર્શકોને વચ્ચે આવશે. પરંતુ આ પહેલા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે.   


જેમાં આ સ્ટાર્સ જ્વાળાઓમાં લપેટાયેલા જોવા મળે છે. દરેક વ્યક્તિના ચહેરા પરથી પડદો ઉઠાવતી વખતે દરેક વ્યક્તિના પાત્રની ઝલક દર્શાવતું આ ટીઝર ખૂબ જ ધમાકેદાર અને રોમાંચક લાગે છે.



આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ધર્મા પ્રોડક્શન પર બ્રહ્માસ્ત્રનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અને થોડી જ મિનિટોમાં આ ટીઝર પર હજારો વ્યુઝ આવી ગયા છે. આ ટીઝર રિલીઝ કરતી વખતે આલિયા ભટ્ટે લખ્યું- માત્ર 100 દિવસમાં, બ્રહ્માસ્ત્ર પાર્ટ વન તમારું બની જશે... ટ્રેલર 15 જૂને રિલીઝ થશે...


જ્યારે ટીઝર આટલું ધમાકેદાર હોય ત્યારે ટ્રેલર કેટલું અદ્ભુત હશે તેની કલ્પના કરો. આ ટીઝરમાં માત્ર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જ નહીં, ફિલ્મની દરેક વ્યક્તિને આવરી લેવામાં આવી છે. રણબીર કપૂર આગમાંથી નિકળતો,  આલિયા ભટ્ટ સૂર્યની જ્વાળામાં લપેટાયેલી, વીજળીની સામે ઉભેલા અમિતાભ બચ્ચન, નાગાર્જુન ખુલ્લી જગ્યામાં ચાલતો અને મૌની રોય કાળા ડ્રેસમાં જોઈ શકાય છે.


આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર આખરે આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા રણબીર અને આલિયા પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સાથે જ રણબીર કપૂર અને અયાન મુખર્જી સોમવારે સવારે વિશાખાપટ્ટનમમાં જોવા મળ્યા હતા. રણબીર કપૂરના ગ્રાન્ડ વેલકમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.