Alia Bhatt Health: બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે હાલમાં જ જાણકારી આપી છે કે તેનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંગળવારે રિપોર્ટ સામે આવ્યા હતા કે સંજય લીલા ભણસાળી કોરોના પોઝિટિવ છે અને સાથે જ રણબીર કપૂર પણ કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે આલિયા ભટ્ટે પોતાને ક્વોરન્ટીન કરી હતી. હવે તેણે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરતા જણાવ્યું કે કોરોના રિપોર્ટ નેગેટિવ છે. આલિયા ભટ્ટે ખુલાસો કર્યો છે કે આજથી તેણે કામ કરવાનું ફરી શરુ કરી દિધુ છે.
આલિયા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી સાથે ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડીમાં કામ કરી રહી છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટગ્રામ પર એક સ્ટોરી શેર કરતા લખ્યું, મારા સ્વાસ્થ્યને લઈને ચિંતા કરતા તમામ લોકોના મેસેજ વાંચી રહી છું. હું કોરોના સંક્રમિત નથી અને ડૉક્ટર સાથે વાત કર્યા બાદ આજથી કામ પર પરત ફરી છું. તમારી શુભેચ્છાઓ માટે આભાર. હું પોતાનું ધ્યાન રાખીશ. તમારી કૃપા આ રીતે બની રહે. તમને બધાને પ્રેમ. બે ગજની દુરી, માસ્ક છે જરૂરી.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે.