મુંબઈ :  પ્રભાસે આજે મહા શિવરાત્રી નિમિત્તે ફિલ્મ 'રાધે શ્યામ'નું  પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં બંને સ્ટાર્સ ખૂબ રોમેન્ટિક અંદાજમાં બરફમાં એકબીજાની પાસે સૂતેલા અને દૂર જોતા જોવા મળી રહ્યા છે.  ચાહકોને આ બંનેની કેમિસ્ટ્રી ખૂબ પસંદ આવી રહી છે.


પ્રભાસે 'રાધે શ્યામ'નું નવું પોસ્ટર શેર કર્યું


આ પોસ્ટર શેર કરતી વખતે પ્રભાસે લખ્યું છે કે, મહા શિવરાત્રીના શુભ પ્રસંગે 'રાધે શ્યામ'નું પોસ્ટર તમારી સાથે શેર કરવામાં ખૂબ આનંદ થયો છે, ફિલ્મમાં પ્રભાસ એક રોમેન્ટિક હીરોની ભૂમિકામાં જોવા મળશે.



આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે


જણાવી દઈએ કે, આ ફિલ્મ આ વર્ષે 30 જુલાઈએ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ નિર્માતા રાધા કૃષ્ણ કુમારે તેનું નિર્દેશન કર્યું છે અને તેમણે તેની સ્ટોરી પણ લખી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત સચિન ખેડકર, પ્રિયદર્શી પુલિકોન્ડા, ભાગ્યશ્રી, મુરલી શર્મા, કૃણાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, શાશા ચેત્રી અને સથ્યન પણ છે.


જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે ફિલ્મ રાધે શ્યામનું શૂટિંગ જ્યોર્જિયામાં થઈ રહ્યું હતું. ત્યરબાદ  ગયા વર્ષે ઓક્ટોબરમાં ફરી ફિલ્મનું શૂટિંગ શરૂ કરાયું હતું.