મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ભારતમાં જ નહી પરંતુ વૈશ્વિક સ્તર પર પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર વૈશ્વિક સ્તરે આલિયા ભટ્ટના ઘણા બધા ફોલોઅર્સ છે.
ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ હબના લેટેસ્ટ ડેટા અનુસાર, Global Influencerના લિસ્ટમાં આલિયા ભટ્ટ હાલમાં ટોચના વૈશ્વિક સેલિબ્રિટીઝમાં છઠ્ઠા ક્રમે છે. આલિયાએ જેનિફર લોપેઝ, ક્રિસ હેમ્સવર્થ અને રોબર્ટ ડાઉની જુનિયરને પાછળ છોડી દીધા છે. જેન્ડાયા બોયફ્રેન્ડ ટોમ હોલેન્ડ સાથે બીજા સ્થાને છે. તે પછી અનુક્રમે ડ્વેન જોન્સન, દક્ષિણ કોરિયન રેપર જે હોપ અને વિલ સ્મિથનો નંબર આવે છે.
આ જ યાદીમાં પ્રિયંકા ચોપરા, અક્ષય કપૂર, શ્રદ્ધા કપૂર અને રશ્મિકા મંદન્ના પણ અનુક્રમે 13મા, 14મા, 18મા અને 19મા ક્રમે છે. છેલ્લા સપ્તાહમાં આલિયાએ તસવીરો શેર કરીને રણબીર કપૂર સાથેના લગ્નની જાહેરાત કરી હતી. લગ્નમાં આલિયાના આઉટફિટ, હેર અને મેકઅપની ઘણી વિગતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતી.
આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પર 64.3 મિલિયન ફોલોઅર્સ છે. માત્ર ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને બિઝનેસ પણ આલિયા ભટ્ટના પ્રશંસકો છે. એક અહેવાલ અનુસાર, આલિયા ભટ્ટ તેની પોસ્ટ્સ પર લગભગ 1.9 મિલિયન યુઝર્સ જોડે છે. આલિયા ભટ્ટે ટોપ 10 સેલિબ્રિટી ઈન્ફ્લુએન્સરની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એટલું જ નહીં પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર અને રશ્મિકા મંદન્ના પણ આ લિસ્ટમાં સામેલ છે.
Aadhaar Card : ઘરે બેઠા અસલી-નકલી આધાર કાર્ડની કરો ઓળખ, UIDAI એ બતાવી રીત