Pushpa 3 Confirm: 'પુષ્પા 2: ધ રૂલ'ને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે. ફેન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલો ભાગ બ્લૉકબસ્ટર રહ્યા બાદ નિર્માતાઓને ફિલ્મના બીજા ભાગ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 'પુષ્પા 2: ધ રૂલ'ની રિલીઝ પહેલા જ ફિલ્મની ત્રીજી સિક્વલની પુષ્ટિ થઈ ગઈ છે.
'પુષ્પા 2: ધ રૂલ'ની ત્રીજી સિક્વલના ટાઇટલ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે જે વિલનનો અવતાર ભજવવા જઈ રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાએ 'પુષ્પા 3' વિશે અપડેટ શેર કર્યું છે અને ફિલ્મની આગામી સિક્વલના વિલન વિશે ખાસ સંકેત આપ્યો છે.
વિજય દેવરકોન્ડાએ આપી મોટી હિન્ટ
વિજય દેવરાકોંડાએ X પર એક પૉસ્ટ શેર કરી છે જેમાં તેણે 'પુષ્પા'ના નિર્દેશક સુકુમારને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. સુકુમાર સાથે પોતાનો એક ફોટો શેર કરતા તેણે લખ્યું - 'હેપ્પી બર્થડે સુકુમાર સર. હું તમને સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા કરું છું. તમારી સાથે ફિલ્માંકન શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી. પ્રેમ અને આલિંગન. 2021 - ધ રાઇઝ, 2022 - ધ રૂલ, 2023 - ધ રેમ્પેજ.'
'પુષ્પા 3' ના ટાઇટલ પરથી પડદો ઉઠ્યો, આ એક્ટર બનશે વિલન
વિજય દેવરાકોંડાની પૉસ્ટ અનુસાર, 'પુષ્પા 3'નું શીર્ષક 'પુષ્પા 3: ધ રેમ્પેજ' હશે. સુપરસ્ટાર વિજય દેવરાકોંડા ત્રીજી સિક્વલમાં વિલન અવતારમાં જોવા મળશે. પિંકવિલામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ'માં એક એન્ડ ક્રેડિટ સીન હશે જેમાં ફિલ્મની ત્રીજી સિક્વલનું ટીઝર સામેલ હશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
5 ડિસેમ્બરે રિલીઝ થશે પુષ્પા 2: ધ રૂલ
અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' 5 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. સ્ક્રીન પર આવે તે પહેલા જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને ફિલ્મે પહેલા દિવસે 80 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે.
આ પણ વાંચો
જાહેર મંચ પરથી 'આર્મી' શબ્દ બોલવા પર ‘પુષ્પા-2’ના અલ્લૂ અર્જૂન પર કેસ દાખલ, જાણો શું છે મામલો