નવી દિલ્હીઃ કોરોનાનો પ્રકોપ હવે ફિલ્મી જગત પર પડ્યો છે. હૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ લી ફિયેરોનું કોરોના કારણે નિધન થયુ છે, 91 વર્ષની ઉંમરે એક્ટ્રેસ ઓહિયોમાં અંતિમ શ્વાસ લીધો હતો. એક્ટ્રેસે સ્ટીવન સ્લીપબર્ગની ફિલ્મ સીરીઝ JAWSમાં કામ કર્યુ હતુ.


આઇલેન્ડ થિયેટર વર્કશૉપના બોર્ડ પ્રેસિડેન્ટ કેવિન રેયૉને લી ફિયેરોના નિધનના માહિતી આપી હતી, એક્ટ્રેસ લી ફિયેરોએ પોતાની જિંદગીના મહત્વપૂર્ણ 25 વર્ષ આઇલેન્ડ થિયેટર વર્કશૉપમાં ડાયરેક્ટર અને મેન્ટર તરીકે વિતાવ્યા હતા.



એક્ટ્રેસ લી ફિયેરોને કોરોના પૉઝિટીવ હતો જેના કારણે તેમનુ મૃત્યુ થયુ હતુ. એક્ટ્રેસ મેસેચ્યૂએટ્સમાં માર્થા વિનિયાર્ડમાં જિંદગીના 40 વર્ષ વિતાવ્યા હતા, જોકે, છેલ્લે તે પોતાની ફેમિલી સાથે ઓહિયોમાં આવી ગઇ હતી. અહીં તેને અંતિમ શ્વાસ લીધો હતો.



કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેમના પરિવારજનોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને તેમના સન્માનમાં એક નાની ફ્યૂનેરલ રાખી છે. એક્ટ્રેસના 5 બાળકો, 7 પૌત્ર-પૌત્રી અને સાત પરપૌત્રી-પરપૌત્ર છે.