મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. બન્નેને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોતાના કોરોના રિપોર્ટ અંગે ખુદ બીગ-બી એ અને અભિષેક બચ્ચને ટ્વિટ દ્વારા માહિતી આપી હતી.

અમિતાભ બચ્ચને ટ્વિટ દ્વારા જણાવ્યું  કે, મારો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ કરાયા છે. 'છેલ્લા દસ દિવસમાં જેઓ મારા તેમજ પરિવારના સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો એવી વિનંતી' લક્ષણો દેખાતાં જ તેમણે તુરંત ટેસ્ટ કરાવ્યો હતો.


અમિતાભ બચ્ચન અને અભિષેકને કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા તેમના પરિવારના સભ્ય એશ્વર્યા રાય બચ્ચન અન આરાધ્યાનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે.
અભિષેક બચ્ચને ટ્વીટમાં લખ્યુ છે કે, “આજે મારો અને પિતાજીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમારા બંનેને ખૂબ જ સામાન્ય લક્ષણો છે અને હોસ્પિટલમાં દાખલ થયા છે. અમે તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરી છે અને અમારા પરિવાર અને સ્ટાફનાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મારી દરેકને અપીલ છે કે શાંતિ જાળવી રાખો અને પરેશાન ન થાઓ. આભાર.”


સોશિયલ મીડિયા પર તેમના ફેન્સથી લઈને બોલિવૂડના લોકો મહાનાયકના સ્વાસ્થ્યને લઈને પ્રાથના કરી રહ્યાં છે.