મુંબઈ: પોતાના સમયથી ખૂબ જ સુંદર અભિનેત્રી અને પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ હાલમાં જ પોતાના 60માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેનો જન્મ 9 જુલાઈ 1960માં મુંબઈમાં થયો હતો. તેને જોઈએ, એ કહેવું મુશ્કેલ છે કે તે 60 વર્ષની છે, કારણ કે સંગીતાએ પોતાને ખૂબ જ ફિટ અને સુંદર રાખી છે. શરૂઆતથી જ તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.



સુપરસ્ટાર સલમાન ખાન સાથે તેનું નામ ચર્ચામાં હતું. અહીં સુધી કે કેટલાક સૂત્રઓ પાસેથી જાણવા મળ્યુ છે કે બંને લગ્ન કરવાના હતા અને કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના કાર્ડ પર છપાઈ ગયા હતા પરંતુ અંતિમ સમયે સંગીતાએ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.

સંગીતાને નાનપણથી જ ગ્લૈમર વર્લ્ડથઈ પ્રેમ હતો. તેણે વર્ષ 1980માં મિસ ઈન્ડિયાનો ખીતાબ જીત્યો હતો. ત્યારબાદ તે મોડલિંગની સાથે સાથે ફિલ્મોમાં પણ એક મોટુ નામ બની ગઈ હતી. આ દરમિયાન સંગીતા અને સલમાન એકબીજાને દિલ આપી બેઠા હતા. એક રિપોર્ટ મુજબ, બંને 27 મે 1994ના લગ્ન કરવાના હતા. સંગીતાના મુજબ, સલમાને પોતે જ પોતાના લગ્નની તારીખ નક્કી કરી હતી.

સંગીતા અને સલમાને વર્ષ 1986માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, એ સમયે સંગીતા ફિલ્મોમાં નહોંતી આવી. રિપોર્ટ મુજબ બંને આશરે 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એમ પણ માનવામાં આવે છે કે તેમના પ્રેમ સંબંધો લગ્ન સુધી પહોંચ્યા હતા. એટલું જ નહી, એવા પણ સમાચાર હતા કે બંનેના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા. સલમાને પોતે ફિલ્મ નિર્માતા કરણ જોહરના લોકપ્રિય ચેટ શો કૉફી વિથ કરણમાં આ વાત સ્વીકારી કે સંગીતાએ લગ્નના કાર્ડ છપાવ્યા હતા પરંતુ તેણે પોતે આ લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.