બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે 78 વર્ષ પૂરા થયા છે. તેમના જન્મદિવસના અવસર પર માત્ર ચાહકો જ નહીં બોલિવૂડ, ખેલ જગત તથા રાજકારણની દિગ્ગજ હસ્તીઓ પણ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર બિગ બીને શુભેચ્છા સંદેશ આપી રહ્યાં છે. અમિતાભે પણ પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા એક તસવીર પોસ્ટ કરી છે. બીગ બીએ અલગ અલગ ભાષામાં પોતાના ફેન્સને ધન્યવાદ કહ્યું. તેની સાથે તેમણે લખ્યું કે, “આપની ઉદારતા અને પ્રેમ મારા માટે સૌથી મોટી ગિફ્ટ છે. તેનાથી વધું બીજું કઈ હું માંગી શકતો નથી.”


એન્જીનિયર બનવા માંગતા હતા બિગ બી

બૉલિવૂડના મહાનાયક પોતાની દમદાર ફિલ્મો અને એક્ટિના કારણે આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. 11 ઓક્ટોબર 1942ના રોજ અમિતાભનો જન્મ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં થયો હતો. અમિતાભ બચ્ચના પિતા ડૉ. હરિવંશ રાય બચ્ચન પ્રખ્યાત કવિ હતા. તેમના માતા તેજી બચ્ચન કરાચીથી હતા. અમિતાભ બચ્ચન ક્યારેક એન્જીનિયર બનવા તો એરફોર્સમાં જવાના સ્વપ્ના જોયા કરતા હતા પરંતુ કિસ્મતમાં હિંદી સિનેમાંના રૂપેરી પડદા પર ઓળખ બનાવવાનું લખ્યું હતું. આજે તેઓ બોલિવૂડના સૌથી સફળ તથા દિગ્ગજ એક્ટર માનવામાં આવે છે.

કરિયરની શરુઆતમાં આપી 12 ફ્લોપ ફિલ્મો

ફિલ્મોમાં કરિયરની શરુઆત તેમણે વૉયસ નેરેટર તરીકે ફિલ્મ ‘ભુવન શોમ’થી કરી હતી. પરંતુ એક એક્ટર તરીકે તેમના કરિયરની શરુઆત ફિલ્મ 'સાત હિંદુસ્તાની'થી થઈ હતી. જો કે, શરુઆતમાં અમિતાભને સતત 12 ફ્લોપ ફિલ્મો આપી હતી. ભારે અવાજના કારણે તેમને ઓલ ઈન્ડિયા રેડિયામાંથી રિજેક્ટ કરાયા હતા. પરંતુ ફિલ્મ જંજીર તેમના કરિયરની માઈલસ્ટોન સાબિત થઈ. આ ફિલ્મે બોક્સ ઑફિસ સફળતાના તમામ રેકોર્ડ તોડી દીધા. ફિલ્મ જંજીર બાદ અમિતાભ બચ્ચને ક્યારે પાછળ વળીને જોયું નથી અને તેના બાદ એક પછી એક હિટ ફિલ્મો આપી. તેની સાથે અમિતાભ તમામ વર્ગના દર્શકોના ફેવરિટ હીરો બની ગયા. જોત જતામાં બોલિવૂડના એંગ્રીમેન સદીના મહાનાયક તરીકે ઓળખાવા લાગ્યા. 70 થી 80ના દાયકામાં અમિતાભે બોલિવૂડ પર રાજ ક્યું. ફ્રેન્ચ ડાયરેક્ટર ફ્રાંસ્વા ત્રુફોએ તો તેમને વન મેન ઈન્ડસ્ટ્રી સુધી કહ્યાં હતા.



અમિતાભ બચ્ચનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમની દમદાર એક્ટિન અને ડાયલોગ ડિલીવરી. તેમના ફિલ્મના ઘણા ડાયલોગ આજે પણ સવાયેલા છે. બચ્ચને ઘણી સુપર ડુપર હિટ ફિલ્મો આપી છે .

ઘણા રાષ્ટ્રીય પુરસ્કારાથી કરાયા છે સન્માનિત


ફિલ્મોમાં મોટુ યોગદાન આપવા બદલ અમિતાભ બચ્ચનને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે. દમદાર એક્ટિંગ માટે તેમને દાદા સાહેબ પુરસ્કારથી સન્માનિત કરાયા છે, જ્યારે સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 12 ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ તેમને ઘણા એવોર્ડ મળ્યા છે. તેઓને ફિલ્મફેરમાં સૌથી વધુ 39 વખત નોમિનેટ કરવામાં આવી ચૂક્યા છે.