મુંબઇઃ બૉલીવુડના બીગ-બી અમિતાબ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાના હતા, પણ હવે તે આ 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકે. ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાના હતા. પણ હવે બીગબી એવોર્ડ લેવા નથી જવાના.

ખરેખરમાં, બિગ-બીએ ખુદે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેઓ બિમારી છે. તેમને લખ્યું -'બિમારીના કારણે અસ્વસ્થ છું ..! યાત્રાની અનુમતિ નથી, એટલા માટે દિલ્હી રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં ભાગ નહીં લઇ શકુ. દુર્ભાગ્યપૂર્ણ, મને પછતાવો થઇ રહ્યો છે.'

બીગ-બીના આ ટ્વીટ બાદ ફેન્સ તેમને જલ્દી ઠીક થઇ જવાની પ્રાર્થના કરી રહ્યાં છે. નોંધનીય છે કે આ વર્ષ ઓગસ્ટમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.