સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' એ બે દિવસમાં કરી 49.25 કરોડની કમાણી
abpasmita.in | 22 Dec 2019 05:20 PM (IST)
આ ફિલ્મે પહેલાં દિવસે 24.50 કરોડની કમાણી કરી હતી. આમ સલમાનની ફિલ્મે બોક્સ ઓફિસ પર બે દિવસમાં 49.25 કરોડની કમાણી કરી લીધી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ 3’એ બીજા દિવસે 24.75 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલાં દિવસે 24.50 કરોડની કમાણી કરી હતી. આમ સલમાનની ફિલ્મે બોક્સ ઓફિસ પર બે દિવસમાં 49.25 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરતા કહ્યું, બીજા દિવસે 'દબંગ 3'એ પહેલાં દિવસ જેટલી જ કમાણી કરી છે. બે દિવસમાં 7.5થી 9 કરોડ જેટલું નુકસાન થયું. હવે ત્રીજા દિવસે કેટલી કમાણી થાય છે, તે જોવું રહ્યું. આ ફિલ્મે પહેલાં દિવસે 24.50 કરોડ અને બીજા દિવસે 24.75 કરોડની કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં નાગરિકતા સુધારા કાયદાને લઈ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું કે ફિલ્મ હવે 164 મિનિટને બદલે 154.6 મિનિટની કરવામાં આવી છે.