મુંબઇઃ કોરોના વાયરસના ખતરાના કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ફેન્સ માટે એક દિલચસ્પ પ્રૉજેક્ટ લઇને આવવાની વાત કહી છે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર હેન્ડલના સહારે આ વાતની માહિતી આપી છે, બીગએ જણાવ્યુ કે આજે રાત્રે 9 વાગે કંઇક નવુ કરવાનુ છે. અમિભાત બચ્ચને સોની ટીવીના એક ટ્વીટને શેર કર્યુ છે.

અમિતાભ બચ્ચન આ વીડિયોમાં કહે છે કે આ એક અદ્રૂત, અકલ્પનીય અને અસાધારણ પ્રયત્ન છે, જે ના પહેલા ક્યારેય દેખાયો છે અને ના ક્યારેય થયો છે. એક સંકલ્પ છે, તમારા માટે, અમારા બધા માટે.



બચ્ચને આ વીડિયોને ટ્વીટર પર રિટ્વીટ કર્યો અને કેપ્શનમાં લખ્યુ- આપણે એક પરિવાર છીએ અને આ અમારો પ્રયત્ન છે એક સારા અને મોટા પરિવાર માટે. અમિતાભના ફેન્સ હવે તેમના આ પ્રૉજેક્ટનો બેસબ્રીથી રાહ જોઇ રહ્યાં છે.



નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન અવારનવાર દેશ માટે કેટલાક ખાસ પ્રૉજેક્ટ લઇને લોકોની સામે આવતા રહ્યો છે. પીએમ મોદીની દિવો પ્રગટાવવાની અપીલમાં પણ અમિતાભ બચ્ચને ટોર્ચ લઇને લોકોને એકતાનો સંદેશ આપ્યો હતો.