મુંબઈ : બિગ બોસમાં 14માં જોવા મળેલી અભિનેત્રી 'નિક્કી તંબોલી'નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. નિક્કીએ જણાવ્યું છે કે આજે સવારે જ ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે.
નિક્કીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, 'આજે સવારે ખબર પડી છે કે હું કોરોના પોઝિટિવ છું. મેં પોતાને ક્વોરન્ટાઈન કરી છે. અને તમામ નિયમોનું પાલન કરી રહી છું. ડોક્ટર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે તેનું પાલન કરી રહી છું.
અભિનેત્રી નિક્કી તંબોલીએ આગળ લખ્યું છે કે, "જેઓ હાલના સમયમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ તેમના પરીક્ષણો કરાવે."
અભિનેત્રીએ તેના કન્સર્ન માટે તેના ચાહકો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, લોકોને માસ્ક પહેરવા અને કોરોનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે બિગ બોસની 14 મી સીઝન થોડા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે. આ શોથી નિક્કીને ઓળખ મળી. આ સીઝનની વિજેતા રુબીના હતી, રનર અપ રાહુલ વૈદ્ય હતો અને ત્રીજા નંબર પર નિક્કી તંબોલી હતી. કામની વાત કરીએ તો, નિકી સાઉથની અભિનેત્રી છે અને તેણે કંચના 3 અને થિપારા મિસમ જેવી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.
નિક્કી તંબોલીએ બિગ બોસમાં આવતા જ સલમાન ખાનને તેનાં અંદાજથી ઇમ્પ્રેસ કરી લીધો હતો. આ શો દરમિયાન સલમાન ઘણી વખત નિક્કીની સ્ટાઇલ કોપી કરી નિક્કીને ચીડાવતો જોવા મળ્યો હતો. ઘરની બહાર આવ્યા બાદ નિક્કી તેનાં ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે. બિગ બોસ શો દરમિયાન નિક્કી તંબોલી તેનાં નિવેદનો અને બોલવાને કારણે ચર્ચામાં રહી હતી. સોથી નિક્કીને ઘણી પોપ્યુલારિટી મળી છે. ઘરમાંથી બહાર આવતા જ તેને ઘણાં બોલિવૂડ પ્રોજેક્ટ્સ માટે અપ્રોચ કરવામાં આવી છે.